હેલ્લો...
હું ઇન્ડીયન ગર્લ છું. પબ્લિક કહે છે કે મને
પટાવવી અઘરી છે.
પબ્લિક ખોટી છે. હું કહું છું કે- મને
ઇન્ડીયામાં પટાવવી અઘરી છે! કારણ
આપું?
ધારો કે હું એક મુસ્લિમ છોકરી છું. તો
પછી મને પટાવવી ભૂલી જ જવી.
ધારો કે હું હિંદુ છોકરી છું. તો મને
પટાવ્યા પછી પસ્તાવાનો વારો
આવશે.
જો હું જૈન છું, તો મારા નખરા જ તમને
કંટાળો આપી દેશે.
મોટા ભાગના બુધેશકુમારો ધર્મ જોઇને
પ્રેમ કરવા જાય છે, અને પછી ફરિયાદ
કરવા બેસે છે. પ્રેમને અને ધર્મને ભેગા કરીને જ તો આ બધા બુધેશકુમારોએ ગામના ગામ
સળગાવ્યા છે.
પરંતુ ધારો કે હું એક મોર્ડન ગર્લ છું. ભણેલી
છું. સ્માર્ટ-સેક્સી-માલ-ફટકો છું. મારી
પાછળ ઘણા ફિદા છે. હું કોલેજ માં છું.
મારે બે-ત્રણ વાર લવ થયો છે. તુટ્યો છે.
મારે બીજા બે ક્રશ છે. લફરા નથી.
મારા સંબધોમાં જરૂર પૂરતા સાથે
રહેવાના ઢોંગ નથી. ઓવરઓલ હું ઓપન
માઈન્ડેડ છું. બધા છોકરાઓ સાથે વાત કરું
છું. જો મને કોઈ ન ગમે, ચાળા કરે, પજાવે
તો જરૂર પડ્યે ગાળ કે થપ્પડ પણ આપી દઉં છું.
હું મારા ફ્યુચર હસબન્ડ માટે ‘પરફેક્ટ વહુ’
નામનું મટીરીયલ બનવા પાછળ મારી
જાતને પડીકું બનાવીને રાખતી નથી.
મને લગ્ન પહેલા મારી વર્જીનીટી
તોડવામાં પણ કોઈ વાંધો નથી. લગ્ન
પહેલા પ્રેમ-સેક્સ કરવામાં મને કોઈ ભૂલ
દેખાતી નથી. હું ગુજરાતી છોકરીઓની
જેમ બોગસ પવિત્રતાથી ગંધાતી નથી.
હું મારા લેપટોપમાં કે મોબાઈલમાં
પોર્ન જોઉં છું. હસ્ત-મૈથુન કરું છું. (ગુજરાતી
પૂર્તિઓ વાંચીને મોટા થયેલા
યુવાનોને હસ્ત-મૈથુન શું છે તેની ખબર જ હોય
છે.) મારી મસ્તીમાં-ખુશ રહીને-સાચી
રીતે હું જીવું છું.
હવે તમને ફિલ થશે કે : હું પટાવવા લાયક
છોકરી છું. (અને તમને એમ પણ ફિલ થશે કે: હું
પ્રેમ કરવા લાયક કે સાથે જીવન પસાર
કરવા લાયક છોકરી નથી. સાચું કહ્યું
ને?)
તમને હું ખુબ સારી રીતે ઓળખતી નથી છતાં
તમે મોકલેલી ફેસબુક રીક્વેસ્ટ હું એક્સેપ્ટ
કરી લઉં છું.(કારણકે મને લાગે છે કે ફેસબુક બેટર
કનેક્ટ માટે છે. સમજ્યા?) હું મારું સપનાનું
જીવન જીવું છું. જેમાં હું ધર્મ-જ્ઞાતિ-કુટુંબ
જોઇને છોકરો પસંદ કરતી નથી. મને
છોકરા સમોવડી બનીને સ્વતંત્ર રીતે
જીવવામાં જ પ્રેમની યોગ્યતા દેખાય
છે.
સાચું કહું છું- દરેક છોકરી પહેલા તો
મારા જેવી જ હોય છે. મેં ઉપર કહ્યા
તેવા યોગ્ય વિચારો ધરાવતી હોય
છે. આજે આવા સાચા-સ્વતંત્ર વિચારો
ધરાવતી લાખો છોકરીઓ આપણા
દેશની બહાર છે. આપણા દેશમાં પણ મારા
જેવી લાખો છોકરીઓ છે.
પરંતુ હવે વિલનની એન્ટ્રી થાય છે.
અમારા છોકરીઓના પર્સનલ જીવનમાં
કે પ્રેમમાં વિલન આખો દેશ હોય છે. ( એટલે જ
તો કહું છું કે મને ઇન્ડીયામાં પટાવવી
અઘરી છે!) મેં કહ્યો તેવો મારો
જીવવાનો અંદાજ સૌને ખુંચે છે. મારી
લાઈફ-સ્ટાઈલથી ક્યારેય મારા જેવું ન
જીવી શકેલા સમાજની, વડીલોની,
મને ન પટાવી શકેલા માણસોની, અને
મારા જેવી બની ન શકતી બીજી
છોકરીઓની જલી ઉઠે છે. સૌ કોઈ મને
નીચી પાડવા મથે છે.
છોકરાઓ માનવા લાગે છે કે હું તો
ઇઝીલી-અવેલેબલ વપરાઈ ગયેલો માલ છું.
ધીમે-ધીમે તેઓ મારી કિંમત ઓછી કરી
નાખે છે. મને માત્ર લાઈન મારવા પુરતી
મર્યાદિત રાખે છે. મારી ફેસબુક પોસ્ટ
પર ગમે તેવી કમેન્ટ્સ આવી શકે છે. જયારે
છોકરાઓના ગ્રુપ્સમાં મારી વાત
નીકળે ત્યારે મારી ગણતરી સૌથી
નીચા લેવલના ‘ચાલુ’ માલમાં થાય છે.
પછી વડીલો આવે છે. એમની તો આખી
જમાત છે જે મારા જેવી છોકરીઓમાં
દેશની સંસ્કૃતિની બદનામી જુએ છે.
મારા ટૂંકા જીન્સ અને શોર્ટ્સ એમને
સંસ્કારોની પનોતી લાગે છે, અને રેપનું
આમંત્રણ લાગે છે. (હું સાચું કહું છું, ગુગલ ને પૂછી
લેજો. આપણા દેશમાં સૌથી વધુ
બળાત્કાર-રેપની ઘટનાઓ શોર્ટ્સ
પહેરેલી છોકરીઓ કરતા ઘાઘરા-
ચોલી-સાડી પહેરેલી, સંસ્કારી, મૂંગા
મોઢે જીવતી આદર્શ પત્ની બનીને રહેતી
સ્ત્રીઓ ઉપર વધુ થયા છે. વધુ કડવું કહું
તો...આ આદર્શ પત્નીઓ પોતાના
પતિના રોજના રાત્રીના સંતોષનું
મૂંગું-ચુપ સાધન બની રહી ગયેલી છે.) એની
વે...પછી જયારે મારા લગ્નનો ટાઈમ આવે
ત્યારે આ બધા વડીલો મારા ભૂતકાળનું
એનાલીસીસ કરવા બેસે છે. જયારે મારા
કુટુંબની તપાસ થાય કે મારી ફ્રેન્ડ્સને
મારી લાઈફનું સ્કેન રીઝલ્ટ માંગવામાં
આવે તો મારાથી જલતી એ બધી એમ કહી
દે છે કે: એની સાથે સગાઇ નહી કરતા, એણે
ત્રણ-ચાર લફરા હતા. આજકાલ ફેસબુક
પ્રોફાઈલ જોઇને લગ્નનું આગળ વધારતા
છોકરાઓને હું પ્રેમ કરવા લાયક ન દેખાઈ.
લગ્ન કરવાની વાત જ દુર રહી.
લો...બોલો...મારી લાઈફની
લાગી ગઈ.
હવે હું શું કરું? સ્વતંત્ર રીતે, સાચી રીતે,
મારા હકનું જીવીને, મારા આસપાસના
સડી ગયેલા સ્ત્રીઓના સમાજ માટે આદર્શ
ઉદાહરણ બનીને જીવવામાં મારી
લાઈફની કુરબાની થઇ ગઈ. હવે હું શું
કરીશ? હવે હું બીજી છોકરીઓને સલાહ
આપવા લાગીશ: ફેસબુક પર છોકરાઓની
રીક્વેસ્ટ નહી લેવાની. પ્રોફાઈલ છુપી
રાખવાની. ઘરે ખબર ન પડે એમ જ લવ
કરવાનો. આપણી જાતિમાં જ જવાનું.
ટૂંકા કપડા નહી. સૌની નજરમાં સારું
દેખાવાનું. પોર્ન નહી જોવાનું. મારા
જેવી ભૂલ નહી કરવાની! (પરંતુ આમાં
મારી ભૂલ જ ક્યાં છે?)
બસ...આ સાઈકલ ચાલુ રહેવાનું. મારું
ઉદાહરણ જોઇને બીજી કોઈ છોકરી
આસાનીથી પટવાની નથી. તેને બેડ પર
લેવાનું તો ભૂલી જ જવું. એ પોતાના
કુદરતી આવેગોને દબાવીને જીવ્યા કરશે.
પોતાની સ્વતંત્રતાનો ભોગ આપીને
મૂંગી જીવ્યા કરશે. દેશમાં આવતા
પરિવર્તનને ધીમું પાડી દેશે. દેશ ફરી કહેશે
કે: ઇન્ડીયન છોકરી પટાવવી અઘરી છે!
ના. તમારે લીધે ઇન્ડીયામાં છોકરી
પટાવવી અઘરી છે. વાંક કોનો?
મારો? થું...
વાંક છે તમારો. યુવાનો-વડીલો-
બાયલી છોકરીઓ. સૌનો. આખા
દેશનો. અને ખાસ તો મારા આ શબ્દો
વાંચી ન શકતા અબુધોનો જે અડધા
સળગેલા લાકડાની જેમ મારા જેવી
છોકરીઓથી બળી-બળીને સંસ્કૃતિ બળી
રહી છે તેવા ખોટા ધુમાડા કાઢ્યા
કરે છે.
જે દેશના મહાન ભૂતકાળે કામસૂત્ર કે
ખજુરાહો આપ્યા આપ્યા એ દેશની
છોકરીઓએ આબરૂ જવાના ડરથી પોર્ન
નથી જોયું! (બહેન...આપણા દેશમાં સેક્સ
એજ્યુકેશન છોકરાઓ સહોત સૌ કોઈ
પોર્ન માંથી જ લે છે. સેક્સ શીખવા માટે
કામસૂત્ર વાંચવા બેસશો?) મારી
વર્જીનીટી લગ્ન પહેલા કેમ ન તૂટે? આ
બાબતમાં પુરુષોની માપદંડ શું? મને શી
ખાતરી કે મારી સુહાગરાતે મળનારો
માણસ વર્જિન છે? જો પુરુષોમાં
વર્જીનીટી જાણી ન શકાતી હોય
તો અમને લોહી નીકળે તેની રાહ
જોવાની? અમારે સ્પોર્ટ્સ-સ્પેસ કે
બિઝનેસમાં જવાના કામ કેમ નહી
કરવાના? લગ્ન પછી તમને પૂછીને જોબ
કરવાની? મારા છોકરાઓ સાથે
સંબધો માટે આટલો હોબાળો કેમ/ પ્રેમ
કરું છું, લફરા નહી. હું ભાગીશ નહી. તમે
જયારે સંસ્કૃતિનું નામ લો છો ત્યારે હસવું
આવે છે. મને ખાતરી છે કે રામાયણ,
મહાભારત કે કુરાન પુરુષોએ જ લખી હશે અને
છતાયે ભૂલથી રાધા, રૂક્ષ્મણી, સુભદ્રા,
કુંતી, સીતાને મારા જેવી લગ્નેતર-
જીવનભર સ્વતંત્ર બનાવી બેઠા છે! અને પછી
આ બધી સ્ત્રીઓને પૂજતા આ દેશમાં મારા
જેવી પર આંગળી ઉઠશે. જો હું હારી જઈશ
તો બીજી બધી ઉગતી છોકરીઓ મૂંગું
જીવી લેશે. જો હું હાર નહી માનું તો
મને એક સાઈડ કરીને લોકો મને એકલી
કરી દેશે. વાંક કોનો? મારો? થું...
No comments:
Post a Comment