26 Mar 2015

ખાલી કૂખ

સવાર ના સાત વાગ્યાનું એલાર્મ
વાગ્યું . ઉઠવાનો કંટાળો આવ્યો શ્રી
ને . આજે જીમ માં ય નથી જવું ..! આમ પણ
સમીર મુંબઈ માં ના હોય તો એને ખાસ
ગમતું નહિ . લગ્ન ના આટલા વર્ષો પછી
પણ બંને વચ્ચે ખુબ જ બનતું . પતિ પ્રેમાળ અને
શ્રીમંત. નોકર ચાકર .. શરીર પર
થોડી ચરબી વધી ગઈ ..એણે મનોમન
વિચાર્યું .. વજન ઉતારવાનો પ્રયત્ન
કરીશ તો પાછો સમીર ચીડાશે ..
આવી ચીમળાઈ ગયેલી શ્રી એકદમ
શ્રીહીન લાગે છે . મને તો તું જેવી છે એવી
જ ગમે છે ." એ હસી પડતી .. સાવ પાગલ છે
મારો બુધ્ધુરામ ..!" ત્યારે ખુબ વ્હાલો ય
લાગતો એને. કોફી લઇ ટેબલ પર બેસી ને
છાપું ખોલ્યું . કંટાળીને બાજુ પર મુક્યું .. !
સમીર હોય ત્યારે એ ફિલ્મો ની ચર્ચા
કરે અને સમીર ક્રિકેટ ની . બંને વચ્ચે
મીઠી તકરાર થયા કરતી.
પણ ઝગડા
ક્યારેય અબોલા માં ન ફેરવાતા . ફોન
ની રીંગ વાગી .કંટાળા સાથે ફોન
ઉપાડ્યો ....અને ..!! શ્રી ના માથા
ઉપર જાણે પહાડ તુટ્યો ..એના પતિ નો
ખંડાલા જતા એકસીડન્ટ થયો હતો
.હોસ્પિટલ માં જીવન મરણ વચ્ચે ઝોલા
ખાતો એનો પતિ સમીર ..!!
સમીર ..એનો સમીર ...ખુબ જ સાચવતો
.નાની નાની વાત માં ધ્યાન
રાખતો .ઓફીસ થી પણ ફોન આવતો
.'જમી કે નહિ , આરામ કરી લે .રાત્રે
પિક્ચર ની ટીકીટ લાવવાનો છું
.વારંવાર હીરા, સોના ના
દાગીના થી એને શણગારતો .. એ ઊંઘતી
હતી ને સમીર નીકળી ગયો હતો ..
એની ઊંઘ ના બગડે એ રીતે .શાંતિ થી .હજુ
સવારે જ મીટીંગ માટે ખંડાલા જવા
નીકળ્યો હતો .. એને વારંવાર બહાર જવું
પડતું .પણ એ પતિની કોઈ વાતમાં ખાસ
માથું ન મારતી . એ ભલી ને એની
નાનકડી દુનિયા .હજુ તો કાલે પાછો
આવે એટલે જીદ કરી ને પેરીસ જવું જ છે એણે
નક્કી જ કરેલું . એની નાનામાં નાની
માંગણી કે ઈચ્છા સમીર અચૂક પૂરી કરતો
. ગયે વખતે દુબઈ ગયા ને પોતે રાણી હાર
ધ્યાન થી જોતી હતી તે જ રાત્રે
સમીરે એને સરપ્રાઈઝ આપી ને અઢળક પ્રેમ
થી નવડાવી દીધી હતી ..!! સમીર
બહુજ યાદ આવતો હતો .. ત્યાં આ ખબર ..!!
રડતી કકળતી ડ્રાયવર સાથે ખંડાલા
જવા નીકળી . હોસ્પિટલ પહોચતા
સુધી રડી રડીને અડધી થઇ ગઈ શ્રી .
હોસ્પિટલ પહોચી તો રીતસર દોટ
મૂકી .નર્સ ને પૂછી ને આઈ સી યુ તરફ દોડી
. કાચ ના બારણામાં થી દેખાતો
હતો એનો સમીર ..!! આડે ઉભેલી નર્સ ખસી
.એણે જોયું તો ચીસ નીકળી ગઈ .
.લોહીલુહાણ સમીર ..ઓક્ષિજન
.લોહીની બોટલ ..પાટાપીંડી ..!!
ડોકટરે એને ધીરજ બંધાવી ."બેન ,ભગવાન
પર વિશ્વાસ રાખો" ..પણ એનું રુદન શમ્યું
નહિ ... કોને ખબર ક્યાં સુધી આમ જ રડતી
રહી .. કકળતી રહી . નર્સ એને
બોલાવવા આવી. "બહેન જરા આવોને ..!
ડોક્ટર ને તમારું કામ છે ..!" એ થોડી
સ્વસ્થ થઇ ડોક્ટરની કેબીન માં ગઈ
.ડોકટરે એને બેસવા માટે કહ્યું . શ્રી
થોડી આશાભરી નજરે ડોક્ટર સામે જોઈ
રહી . ડોકટરે ગળું ખંખેરી ને કહ્યું . "એમના
પત્ની ને અમે બચાવી ના શક્યા .પણ
બાળક ને જરાક ઈજા થઇ છે .સાંજ સુધીમાં
રજા આપી દઈશું ." શ્રી નવાઇ થી
ડોક્ટર ને જોઈ રહી "પત્ની ..? પત્ની
તો હું છું .તમારી કઈ ભૂલ થતી લાગે છે ..."
ડોક્ટર સહેજ ગુચવાયા ."પણ તમારા
પતિ એ જ બેહોશ થતા પહેલા લખાવ્યું હતું
.જુઓ આ ફોર્મ ..!" શ્રી ફોર્મ હાથમાં લઇ
સહેજ કુતુહલ થી જોવા લાગી .. અરે આ શું છે
બધું ..!! પત્ની ની જગ્યાએ બીજી કોઈ
સ્ત્રીનું નામ .. શ્રી ને હવે ચક્કર આવતા
હતા .આંખે અંધારા પણ ..એને ચીસો
પાડવાની ઈચ્છા થઇ આવી . ઢગલો થઇ
બેસી રહી ડોક્ટર ની કેબીન માં જ .. !
મન માં ઘુમરાતા અનેક પ્રશ્નોના જવાબ
કોણ આપશે ..! સમીર હોશ માં આવી જાય
તો સારું .એણે ઈશ્વરને પ્રાર્થના કરવા
માંડી .એક વાર સમીર આવી જાય પછી
લઢીશ બરાબરનો ..!! આવીતે મજાક હોય
..! બીજી સ્ત્રીનું પત્ની તરીકે નામ
લખાવવાની એની હિંમત કેમ ચાલી ..!!
ઘડિયાળ ની ટકટક એને માથામાં
હથોડાની જેમ વાગતી હતી ".આ સમય
આગળ કેમ વધતો નથી. !.. દુઃખ ની ઘડી લઇ
સ્થિર થઇ ગયો છે ".એણે વિચાર્યું .
સમીરની સાથે વીતેલી ક્ષણો ને
વાગોળવા લાગી .સુખની
પરાકાષ્ઠા ..!!ઓફીસ થી આવતા જ એને
ગાઢ આલિંગન માં જકડી વ્હાલથી
નવડાવી દેતો . કોઈ વાર તો ઉચકીને
ફેર ફૂન્દરડી ફરતો .એ હસીને લોટપોટ
થઇ જતી ... લગ્ન ને કેટલા વર્ષ થયા પણ
ઈશ્વરે સંતાન ના આપ્યું. ઘણી વાર એ
ગમગીન થઇ જતી. પણ બંને બહુજ ખુશ હતા .
એના ગળે શોષ પડવા લાગ્યો
.ડોકટરના ટેબલ પર મુકેલા ગ્લાસ માંથી
પાણી પી ને પાછી વિચારે વળગી
.બીજી પત્ની ..!! ડોક્ટરની કઈ ભૂલ હશે
.હમણાં મારો સમીર આવીને બધી
ગલતફહેમી દુર કરી દેશે ..!! નર્સ એને
ઢંઢોળતી હતી "બેન , જલ્દી ચાલો
.તમારા પેશન્ટ ..!"વાક્ય અડધું મૂકી એ
દોડી .શ્રી પણ દોડી .પણ મોડું થઇ ગયું
હતું .સમીર હવે નહોતો ..!! ડોકટરે
સમીરનું મોં ઢાંકી દીધું . એણે પોક મૂકી
ને હૈયાફાટ રડવા લાગી ..! ત્યાં
હાજર બધાના હૃદય દ્રવી જાય એટલું ..
હૈયાફાટ. .. બધા ટોળે વળીને એની
સામે સહાનુભુતિ થી જોઈ રહ્યા . નર્સે
એના ખોળા માં નાનકડું બાળક મુક્યું ..આઠ
દસ મહિનાનું ..! એણે નર્સની સામે
પ્રશ્નાર્થ થી જોયું ..નર્સે કહ્યું કે "હવે એને
સારું છે . તમે તમારી સાથે લઇ જઈ શકશો ."
એને જુગુપ્સા થઇ આવી .

એના પતિનું બાળક..!! ઘૃણા થી પાછું આપતા બોલી ."કોઈ અનાથાશ્રમ માં મૂકી દેજો .હું પૈસા આપી દઈશ ." નર્સ કઈ જ બોલ્યા વગર બાળકને લઇ જતી રહી ..!! થોડી વાર માં બધું આટોપી ડ્રાયવર સમાન લઈને આવ્યો .પોલીસને ગાડીમાં થી મળ્યું તે
બધુંજ .સમીર ના સામાન સાથે લેડીઝ
પર્સ પણ હતું .એણે કુતુહલવશ ખોલ્યું .એમાંથી સમીરની બીજી પત્ની નું ડ્રાયવર
લાયસન્સ , પાન કાર્ડ નીકળ્યા .સ્પષ્ટ
હતું કે એ એની પત્ની જ હતી .ડોક્ટર નું
પ્રિસ્ક્રીપ્શન પણ હતું .પિતા તરીકે
સમીરના નામ વાળું ..!! એને કઈ સમજ
નહોતી પડતી .સમીરને એક સંપૂર્ણ કુટુંબ હતું
તો એ ક્યાં હતી .આ બધા માં એનું સ્થાન શું
..!! ડૂસકું આવી ગયું એને .અચાનક દુનિયા
લુટાઈ ગઈ જાણે .અનાથ થઈ ગઇ..! એના
પતિએ એને છેતરી હતી .વર્ષો સુધી
અંધારામાં રાખી . સંતાન ન હોવું એ
ગુનો કહેવાય ..! પતિએ એને એ દોષની
સજા આપી જેના માટે એ નહિ ઈશ્વર
દોષિત હતો .બાકી એણે ડોક્ટર
દોરા ધાગા ..શું બાકી રાખ્યું હતું ..!
હસતા હસતા છેતરી ગયો સમીર .એનું
વારંવાર બહાર જવું.. મીટીંગ ના
બહાને દિવસો સુધી ગાયબ રહેવું . અને એ
એક્વેરિયમ ની માછલીની જેમ એના
કાચઘર માં ખુશ હતી ..!! એટલા દુઃખ માં
એને પોતાની જાત પ ર હસવું આવ્યું ..!! હું
તો સમીર નામના મૃગજળ ને પી ને કેવી
મસ્ત હતી એની આંખમાં થી આંસુ વહેતા
હતા ..! એ બીજી સ્ત્રી પાસેથી એવું એને
શું મળતું હશે ..! પોતે ક્યાં કચાશ રાખી ..!
એનું સ્વમાન ઘવાયું હતું . આખું અંતર લોહી
લુહાણ થઇ જાણે આંખો વાટે વહી રહ્યું હતું .
પેલું બાળક જોર જોર થી રડતું હતું . . શ્રી
એ કાન પર હાથ ઢાંકી દીધા .જોર
થી . ઉભી થઇ એ કાર તરફ દોડી ..જોર
થી બારણું પછાડી બંધ કર્યું .ડ્રાયવરે
મેડમ નો મૂડ પારખી એ સી ચાલુ કર્યું .
શ્રી ગુસ્સાથી થરથરતી હતી .. નજર
સામે સમીર નો લોહીલુહાણ ચહેરો
તરવર્યા કરતો હતો ... લગ્ન પછી તરત
પ્રેગ્નન્ટ હતી એ સમીરે સમજાવી પટાવી
એબોર્શન કરાવડાવ્યું હતું . એની
અનિચ્છાએ પણ એને પતિની ઈચ્છાને વશ થવું
પડેલું . થોડા સમય માં ફરી સારા
દિવસ દેખાયા . ફરી સમીરે સમજાવી
કે પાંચ વર્ષ તો ફરવાનું ને લાઈફ એન્જોય
કરવાની . એ માની ગઈ સમય વીત્યો .
પાંચ વર્ષ પણ . કેટલા પ્રયત્ન પછી પણ
ક્ન્સીવ ના થયું . ડોકટરે પણ હાથ ઊંચા
કર્યા . પણ એ નિરાશ ના થઇ . ડોકટરો
મંદિરો દોરા ધાગા ..!! દર વખતે એ
ઉદાસ હોય ને સમીર એને હસાવી લેતો .
આ સ્ત્રીને એ ઓળખતી પણ નહોતી .. એ
મારા સમીરની પત્ની ..!! એનું માથું
ગુસ્સાથી ધમધમતું હતું .જાણે હમણાજ
લમણાની નસો ફાટી જશે ..! કેવી
સ્ત્રી હશે જે પરિણીત પુરુષ ને પરણી ..!
ગેરકાયદેસર જ વળી ..
એણે માથાને ઝાટકો મારીને બધા
વિચારોને ખંખેરતી હોય એમ બંને હથેળીઓ
મોં પર ઘસી . બોટલ માં થી એક ઘૂંટડો
પાણી પીધું .આંખોમાં જાણે કાંટા
ભોકાતા હતા .ઘવાયેલી સિહણ ની
જેમ એનો શ્વાસ હજુ ધમધમતો હતો .એણે
થોડા સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો .કૈક
વિચાર્યું .એક ઝાટકે ગાડીનો ડોર
ખોલી ધોમધખતા તડકામાં પગ મુક્યો

No comments:

Post a Comment